Abtak Media Google News

ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ગોસ્વામી સમાજની વાડી ખાતે યોજાયો હતો જે સમારોહમાં કેજીથી કોલેજ સુધીના ૨૧૭ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને શિક્ષણ ઉપયોગી પુરસ્કારો આપીને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને જણાવ્યું હતું કે બાળકોને વધુ શિક્ષણ અઆપો દીકરીઓને વધુ ભણાવી પગભર બનાવો, જયારે સમારોહમાં ઉપસ્થિત ડેપ્યુટી કલેકટર અનિલભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે પોતા મજુરી કરી શિક્ષણમાં નિષ્ફળતાનો સામનો કરી પોલીસ અધિકારીથી મામલતદાર અને આજે ડેપ્યુટી કલેકટરના પદ સુધી પહોંચ્યા છે નિષ્ફળતાને પચાવી આગળ વધે તેને સફળતાના શિખરો સર કરતા કોઈ રોકી શકતું નથી. સમારોહને સફળ બનાવવા ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.