Abtak Media Google News

સુરક્ષા સેતુ જિલ્લા પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનનું પ્રેરક અભિયાન

સર્મ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનાં જૂનાગઢ સોનાં અનેક લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં યો હોવાી ગુજરાત પોલીસ એમનું ‘લાઈન-બોય તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. આી પ્રેરાઈને સુરક્ષા સેતુ સોસાયટી  જૂનાગઢ જિલ્લા પોલીસ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા જૂનાગઢ સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી (એસપી ઑફિસ) ખાતે કોર્નરની સપના થઈ. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ નિમિત્તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન દ્વારા આ નવતર પ્રયોગ થકી નવી પેઢીને આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતી વધુ નિકટી પરિચિત કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતભરમાં ૨૫ જેટલાં કોર્નરની સપના થઈ ચૂકી છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, જૂનાગઢ જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા (આઈપીએસ), જૂનાગઢનાં પ્રમ નાગરિક મહિલા મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.પી. મૈયાણી, મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ઈતિહાસવિદ્ ડો. પ્રધ્યુમનભાઈ ખાચર, નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ. રાણા, પીઆઈ એમ.એ. વાળા, એમ.ઝેડ. પટેલ, પી.એમ. ગામેચી અને એ.પી. ડોડીયા, પીએસઆઈ ડી.કે. વાઘેલા, કે.એમ. મોરી, વી.કે. ઉંજીયા, એમ.જે. અદ્રુજા અને પોલીસ-પરિવાર, લોકકલાકારો અમુદાન ગઢવી, રૂષભ આહીર, રાજુભાઈ ભટ્ટ અને નીરૂબેન દવે, જૈન સમાજના કિરીટભાઈ સંઘવી, શિરિષભાઈ પંચમીયા અને પ્રો. દામાણી, રાજપૂત સમાજના રાજેન્દ્રસિંહ રાયજાદા, જીતુભા સોલંકી અને જે.જે. ગોહિલ, કાઠી સમાજના નાગભાઈ વાળા, નિર્મળભાઈ જેબલીયા, ભીખુભાઈ જેબલીયા અને પ્રવીણભાઈ શેખવા, શિક્ષણવિદ્ એચ.કે. દવે (સુરેન્દ્રનગર), નેશનલ યુ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, દેવેન્દ્ર રામ, વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) સહિત મોટી સંખ્યામાં વિવિધક્ષેત્રોના અગ્રણીઓ, સાહિત્ય-પ્રેમીઓ અને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કોર્નર કી જનતા અને પોલીસ વચ્ચે અનોખો સેતુ અને સમન્વય સ્પાશે તેવી પણ તેમણે શ્રધ્ધા વ્યક્ત કરી હતી. ૧૯૧૫માં ઝવેરચંદ મેઘાણીએ સઘન સંસ્કૃત-અભ્યાસ અહિ કર્યો હતો તેનું સમસ્ત જૂનાગઢને સવિશેષ ગૌરવ છે તેમ મેયર આદ્યશક્તિબેન મજમુદારે લાગણીભેર જણાવ્યું હતું. ગુજરાતી સાહિત્ય-લોકસાહિત્યનાં વાંચન માટે વિર્દ્યાીઓ પ્રેરિત ાય તે હેતુી કોર્નરની સપના ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પણ થશે તેવી લાગણી કુલપતિ ડો. જે.પી. મૈયાણીએ વ્યક્ત કરી હતી. લોકગાયક અભેસિંહભાઈ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનો ર્અસભર હ્રદયસ્પર્શી આસ્વાદ કરાવ્યો હતો.

લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીએ ઝવેરચંદ મેઘાણીના લોકસાહિત્ય-સંશોધન વિશે રસપ્રદ વાતો કહી. ઝવેરચંદ મેઘાણીનાં જૂનાગઢ સોનાં સંસ્મરણો પિનાકી મેઘાણીએ વાગોળ્યા. નિધનના સાત દાયકા પછી સહુપ્રમ વખત ઝવેરચંદ મેઘાણીની કાયમી સ્મૃતિ જૂનાગઢ ખાતે પોલીસ વિભાગ દ્વારા થઈ છે તેનું સવિશેષ ગૌરવ છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ દરમિયાન ગુજરાત પોલીસ અને પત્રકાર-જગતના વિશેષ લાગણીભર્યા સહયોગ બદલ પણ પિનાકીભાઈએ આભાર માન્યો હતો. અાજે પણ લોકમુખે રમતું ઝવેરચંદ મેઘાણી રચિત સદાબહાર લોકપ્રિય ગીત ‘કસુંબીનો રંગનાં સમૂહ-ગાન દ્વારા સહુએ અનોખી ‘સ્વરાંજલિ’ આપી હતી.

પોતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે પોલીસ અધિક્ષકની કચેરીએ આવતા નાગરિકો અહિ મૂકાયેલું વાંચીને પ્રેરણા મેળવી શકશે. ફરજ ર્એ સતત કાર્યરત રહેનાર પોલીસ-પરિવાર પણ સમય મળ્યે આ સાહિત્યનો આસ્વાદ માણી શકશે. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક ડો. રાજકુમાર પાંડીયન (આઈપીએસ), કોસ્ટલ સિક્યુરીટી તા જૂનાગઢ રેન્જના ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સિર્ધ્ધા ખત્રી, જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા (આઈપીએસ) અને પોલીસ-પરિવારનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત યો હતો. શિક્ષણ-ક્ષેત્ર સો ચાર દાયકાી સંકળાયેલા તથા લાયબ્રેરી સાયન્સનો સર્ટીફીકેટ કોર્સ પણ જેમણે કર્યો છે તેવા લોકગાયક અભેસિંહ રાઠોડ આ કાર્યમાં સતત સહકાર આપે છે. કાચના કબાટનું નિર્માણ-કાર્ય વાલજીભાઈ પિત્રોડા  વિશ્વકર્મા ફર્નીચર દ્વારા થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.