Abtak Media Google News

મજેવડીના ખેડુતો અને જુનાગઢના આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

જુનાગઢના મજેવડી ગામથી રાજકોટના વાડોદરને જોડતો માર્ગ વર્ષોથી બંધ છે. આ માર્ગને સ્થાનિકમાંથી જ અમુક માથાભારે તત્વોએ અતિક્રમણથી પચાવી પાડયો છે. આ અંગે ભુતકાળમાં લાગતા વળગતા તંત્રને અનેક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ પરીણામ ન મળતા વધુ એક વખત જીલ્લા કલેકટરને સ્થાનિક આગેવાનો અને ખેડુતો દ્વારા આવેદનપત્ર આપી વધુ એક રજુઆત ગઈકાલે કરવામાં આવી છે.

આ અંગે વધુ વિગત અનુસાર છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટ અને જુનાગઢ જીલ્લાને જોડતા આ રાજમાર્ગને ખુલ્લો કરવા તેમજ રોડ બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા રજુઆતો કરવામાં આવે છે અને તેના અનુસંધાને આ રસ્તો બનાવવા માટે ત્રણ-ત્રણ વખત ગ્રાન્ટ પણ મંજુર કરવામાં આવે છે પરંતુ મજેવડી ગામના પાંચ-સાત ખેડુતો દ્વારા રાજકીય દબાણ કરીને અડચણો ઉભી કરવામાં આવી રહી છે.

હમણા ચાલુ વર્ષે જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રાજમાર્ગને બનાવવા માટે જમીનની માપણી કરી એલાઈમેન્ટ લઈ ટેન્ડર કાઢી ટેન્ડર મંજુર કરી દાસા ક્ધટ્રકશન કંપની દ્વારા કામ શરૂ કરવામાં આવતા અડચણો ઉભી કરનાર માથાભારે ખેડુતો દ્વારા દાદાગીરી કરવામાં આવતા કામ બંધ કરી દેવામાં આવેલ છે. તેમજ રાજકીય દબાણ લાવીને સમગ્ર કામને ખોરંભે પાડી દેવામાં આવતા હજારો લોકોને અસરકર્તા આ રસ્તાના કામ અંગે સરકારી તંત્ર તેમજ અડચણો ઉભી કરનાર તત્વો સામે ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે.

છેલ્લા ચાર મહિનાથી આ રાજમાર્ગનું કામ શરૂ ન થતા સ્થાનિક આગેવાન અને પાસના ક્ધવીનર અમીતભાઈ પટેલ, વજુભાઈ હિરપરા, કિસાન સંઘના મનસુખભાઈ, વાડોદરના માજી સરપંચ વિપુલભાઈ પટેલ, પ્રફુલભાઈ છૈયા, મજેવડીના સરપંચ મહેન્દ્રભાઈ ઢોલરીયા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ ચોથાણી, કિસાન આગેવાન નથુભાઈ ચોથાણી વગેરેની આગેવાની હેઠળ મજેવડી ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સેંકડો લોકો આ બાબતે ભારે રોષ સાથે જીલ્લા પંચાયતના સતાવાળાઓ સમક્ષ રજુઆત કરવા પહોંચ્યા હતા.

તેમજ આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે જીલ્લા કલેકટર પારઘીને આવેદનપત્ર પાઠવી પોલીસ રક્ષણ સાથે આ રાજમાર્ગનું કામ સત્વરે પુરુ કરવા રજુઆત કરી હતી. જો આ રાજમાર્ગનું કામ શરૂ કરવામાં નહીં આવે તો લોક આંદોલન આરંભ કરવાની ચીમકી પણ તેઓએ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.