Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજનાઅતર્ગત એ.એચ.પી. ઘટક હેઠળ ડી.પી.આઈ. બનાવી દ્વારકામાં મોકલવા અંગેની કમિશનરનીદરખાસ્ત અંગે બેડી માર્ગે રેલવે ઓવર બ્રીજ પાસે ર૪૦ આવાસો, ઢીંચડા માર્ગે, એસ્સાર સ્કૂલની બાજુમાં ૩પર આવાસો બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

જામનગર મહાનગર પાલિકાનીસ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે બપોરે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મેયર હસમુખ જેઠવા, મ્યુનિ. કમિશનર આર.બી. બારડ ઉપરાંત સાત સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રધાનમંત્રી આવાસ યોજના એ.એચ.પી. ધટક હેઠળ ઘાંચી કબ્રસ્તાન પાસે ઈ.ડબલ્યુએસ.-૧ પ્રકારના ૧ર૮ આવાસ બનાવવાના કામની દરખાસ્ત પણ મંજુુર કરવામાં આવી હતી.

સ્વચ્છ ભારત મીશન, સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯ તથા સ્ટાર રેટીંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સિટી અન્વયે શહેરમાં સુકા કચરાના પ્રોસેસીંગ માટે મટીરિયલ રિકવરીસેન્ટર સ્થાપિત કરવા અને જરૃરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અંગેની કમિશનરનીદરખાસ્ત અન્વયે રૂપિયા રપ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં પાર્ટીએ અનેકામગીરી કરવાની રહેશે તેવું પણ નક્કી કરાયું હતું.

ડીઝાઈન, એન્જિનિયરીંગ, સપ્લાય, ઈરેક્શન, ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ઓફ સબમર્જડ, સેન્ટ્રી ફ્યુગલ પમ્પ એ.ટી.એસ. પેનલ (ખીજડિયા) અને પ૪પ હાઉસફિલ્ટર પ્લાન્ટ અંગેના કામની દરખાસ્ત અન્વયે રૂપિયા ૪૦.પ૭ લાખનું ખર્ચ મંજુરકરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.