Abtak Media Google News

માતાજીની આરતી સાથે નાગર બોર્ડિંગના ગ્રાઉન્ડમાં રાસોત્સવનો પ્રારંભ: ૪૦થી વધુ વિજેતા બાળ ખેલૈયાઓને ઈનામ અપાયા

સરગમ ચિલ્ડ્રન કલબ આયોજીત કનૈયાનંદ રાસોત્સવનાં પ્રથમ દિવસે જ બાળ ખેલૈયાઓ ખીલીઉઠ્યા હતા અને સમગ્ર આયોજનને ચાર ચાંદ લગાવી દીધા હતા. ટાગોર રોડ ઉપર નાગર બોર્ડીંગના ગ્રાઉન્ડમાં કનૈયાનંદ રાસોત્સવનું આયોજન થયું છે. અને તેમાં મોટી સંખ્યામાં બાળ ખેલૈયા ભાગ લઈ રહ્યા છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમજ કલબના અન્ય હોદેદારોએ માતાજીની આરતી દ્વારા રાસોત્સવને પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ નોરતે આ રાસોત્સવ માણવા માટે મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જયેશભાઈ ઉપાધ્યાય સહિતનાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૪૦ જેટલા બોયઝ અને ગર્લ્સને ઈનામો આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવમાં આજે ગુ‚વારના રોજ બીજા નોરતે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે જેમાં ઉદયભાઈ કાનગડ, કમલેશભાઈ મીરાણી, પી.આર. જાની, મનોહરસિંહ જાડેજા, ડો.અમીતભાઈ હપાણી, વિજયભાઈ કારીયા, જીમ્મીભાઈ અડવાણી, અપૂર્વભાઈ મણીયાર, લલીતભાઈ વડેરીયા, તખુભા રાઠોડ વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ રાસોત્સવમાં તા.૧૨.૧૦ શુક્રવારના રોજ કલેકટર ડો. રાહુલ ગુપ્તા અરવિંદભાઈ રૈયાણી, હરેશભાઈ વોરા, મુકેશભાઈ દોશી, નીતિનભાઈ ખુંટ, હરિભાઈ પટેલ, મનહરભાઈ મજેઠીયા, જગદીશભા, બોધરા, વિનુભાઈ રામાણી, પિયુષભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સા‚ રમનાર ૪૦થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવશે. ઈનામો બે ગ્રુપમાં આપવામાં આવશે. આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કૃ. મૌલેશભાઈ પટેલ, ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી શૈલેષભાઈ માંકડિયા, એન્જલ પંપ કિરીટભાઈ આદ્રોજા, ચોકોડેન સંદીપભાઈ પંડયા, સુધીરભાઈ પંડયા, તરફથી ગિફટ વાઉચર તેમજ જીતુભાઈ પી. પટેલ અને વડાલીયા ગ્રુપ હાઈ બોન્ડ સિમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડીંગના પ્રમુખ ડો.હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળી રહ્યો છે.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે દર્શિનીબેન કથ્રેચા, દિવ્યાબેન ભટ્ટ, હેમલબેન ભટ્ટ, છાયાબેન દવે, મીનાબેન ઠાકર, અલ્કાબેન કામદાર, હીનાબેન દવે સહિતના સેવા આપી રહ્યા છે.

બાળકોને રાસે રમવા અધતન સાઉન્ડ સીસ્ટમનો સથવારો મળી રહે તે માટે ૪૦,૦૦૦ વોટની સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવી છે. ઉપરાંત મેલોડી કલર્સ ગ્રુપ દ્વારા મ્યુઝીક રજૂ કરી રહ્યા છે. અને જેનો સાથ ગાયક કલાકારો આપી રહ્યા છે.જેમાં રહીમ શેખ ગીતા ગઢવી, અલ્પેશ રાઠોડ સહિતના કલાકારો પોતાના કંઠનો જાદુ રેલાવી રહ્યા છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, દિપકભાઈ શાહ, શૈલેષભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, નીતિનભાઈ ગોંડલીયા ઉપરાંત જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, પ્રતિમાબેન મહેતા, ચેતનાબેન સવજાણી, આશાબેન ભુછડા, વિપુલાબેન હિરાણી તથા અન્ય કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.