Abtak Media Google News

ફેમ જય વઢવાણી અને હિરોઇન ડિમ્પલ પરમાર ઉપર ફિલ્માયેલું આ ગીત યુ-ટયુબ પરફેકટ પિકચર્સ ચેનલ ઉપર ઘુમ મચાવશે

‘તેરે બિના’રાજકોટમાં શૂટ થયેલું અને રાજકોટ સંપૂર્ણ ટીમ દ્વારા દિગ્દર્શિત અને પ્રોડયુસ થયેલ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું.

રંગીલા રાજકોટને આંગણે નવી થીમ સાથે અને હિંદી ગીતના શબ્દો પર પહેલી વાર શૂટ થયેલ ગીત ‘તેરે બિના’અચૂક જોવા લાયક તો ખરું ફેમ જય વઢવાણી અને હીરોઇન ડિમ્પલ પરમાર પર ફિલ્માયેલું આ ગીત જેને ડાયરેકશન પુરુ પાડયું છે.Img 20190527 Wa0035

અજય ચૌહાણે રાજકોટની ઉભરતી પ્રોડકશન કંપની પરફેકટ પીકચર્સ દ્વારા મનીષ હીરપરા અને ચીંતન કનકીયા એ પ્રોડકયુસ કરેલ આ ગીત હિરો અને હીરોઇન વચ્ચેના પ્રેમ અને તેમાં પડેલ વિયોગની બેઇઝ થીમ પર ફિલ્માંકીત છે.

ડાયરેકટર અજય ચૌહાણે અદભુત સ્ટોરી અને સ્કિનપ્લે પુરુ પાડયું છે. ગીતમાં મ્યુઝીક મીક્ષીંગ રવિ વ્યાસ તથા વ્યાસ બ્રધર્સ દ્વારા પુરુ પાડેલ છે. રીધમ ભાર્ગવ ચાંગેલા દ્વારા તથા ગીતના શબ્દો અને કંપોઝીશન જય કોરીયાએ આપ્યું છે. આ ગીતમાં અવાજ આપ્યો છે વિશ્વશાહે. મુંબઇના એલ.એમ. સ્ટુડીયોમાં રેકોર્ડ થયેલ આ ગીતમાં એડીટીંગ ચિંતન કનકીયા તથા સિનેમેટોગ્રાફી નયનજીત ખારા દ્વારા કરવામાં આવેલ છે. આ ગીત વેન્યુ જોલી એન્જોય વોટર પાર્ક ખાતે તા.ર૬ ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને હવેથી આ ગીત યુ-ટયુબ પર પરફેકટ પીકચર્સ ની ચેનલ પર નિભાવી શકાશે. તેમ અબતકની મુલાકાતે આવેલા ગીતના કલાકારોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.