વિદ્યા બાલન ઐતિહાસિક ફિલ્મોમાં કામ નહી કરે

161

બોલિવુડમાં સૌથી સફળ અને કુશળ અભિનેત્રીમાં સ્થાન ધરાવનાર વિદ્યા બાલન હવે કોઇ ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર નથી. વિદ્યા બાલન કેટલીક એવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે જે ફિલ્મ વિતેલા વર્ષોમાં આ જ વિષય પર બની ચુકી છે. વિદ્યા બાલન વિતેલા વર્ષોમાં ડર્ટી પિક્ચર નામની ફિલ્મમાં કામ કરી ચુકી છે. તે નેશનલ એવોર્ડ પણ જીતી ચુકી છે. જો કે તે હાલમાં ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર દેખાઇ રહી નથી. સિલ્ક સ્મીતાની ભૂમિકાને લઇને વિદ્યા બાલને જોરદાર ચર્ચા જગાવી હતી. મિલાન લુથારિયાની ફિલ્મ બાદ તેને કેટલીક ઓફર આ પ્રકારની મળી હતી. જો કે ૩૭ વર્ષીય સ્ટાર આ પ્રકારની ભૂમિકા કરવાનો હવે ઇન્કાર કરી ચુકી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનેઝીર ભુટ્ટો, ટોપ અભિનેત્રી સુચિત્રા સેન અને ભારત રત્ન વિજેતા શુભલક્ષ્‍મી પર ફિલ્મ કરવાની તેને ઓફર મળી હતી. જો કે તે આ ફિલ્મોની ઓફરને ફગાવી ચુકી છે. પા ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા અદા કરનાર વિદ્યા બાલન હવે એક અલબેલામાં ટુકી ભૂમિકામાં નજરે પડનાર છે. આ ફિલ્મ માટે તે કોઇ પણ પ્રકારની તૈયારી કરી રહી નથી

Loading...