ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ લોન્ચ

48

હાલમા જ અમેરિકામાં એલન મસ્કની સ્પેસ એકસ કંપનીએ ૧૭ દેશોના ૬૩ સેટેલાઈટ લોન્ચ કર્યા જેમાં ભારતનાં મુંબઈમાં આવેલી એકસીડ સ્પેસ કંપનીના સેટેલાઈટને પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.

હવામાન અને તકનીકી ખરાબીનાં લીધે ૧૦થી વધારે દિવસોનું મોડુ થયા બાદ આખરે ૫ ડીસેમ્બરને બુધવારના રોજ ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૧-૦ કલાકે કેલીફોનીયાના વેડનબર્ગ એરબેઝ પરથી આ
૬૩ સેટેલાઈટને અવકાશ ગમન કરાવવામાં આવ્યું હતુ આ સાથે જ મુંબઈની સ્પેસ એકસ
કંપની ભારતની પ્રથમ એવી ખાનગી કંપની બની ગઈ હતી જે અવકાશમાં પોતાનો સેટેલાઈટ ધરાવતી હોય.

રૂ.૨ કરોડના આ ભારતીય સેટેલાઈટને અવકાશમાં મોકલવામાં આવ્યું છે.  જેની સાઈઝ માત્ર ૧૦ સેન્ટીમીટર- ૧૦ સેન્ટીમીટર છે. એટલે કે માત્ર એક કોફી મગ જેટલી છે. આ સેટેલાઈટ ભારત દેશ પર રોજ ૫-૬ ચકકર મારશે અંદાજે દર ૯૦ મીનીટે વિશ્વની પ્રદક્ષીણા પૂર્ણ કરશે.

Loading...