ક્રિસમસ સ્પેસિયલ :શું તમે ગોવાની આ વાનગીઓ વિશે જાણો છો?

248

ગોવાની ક્રિસમસ ઉજવણી ગોવાને અલગ વાતાવરણમાં ભરી દે છે. આ બધા માટેની તૈયારી ખૂબ પહેલાંથી કરવામાં આવે છે.

ડિસેમ્બર શરૂ થતા જ ઘરોમાં રંગ કરવામાં આવે છે. વિવિધ સુશોભનની વસ્તુઓથી ઘર સજાવવામાં આવે છે.

આ દિવસોમાં મહિલાઓનો ઉત્સાહ તો અવર્ણનીય છે. કૂકીઝ અને કેકની સુગંધ સમગ્ર ઘરમાં ફેલાઈ જાય છે.

1દોદોલ રાગીના લોટમાંથી બનતી પૌષ્ટિક વાનગી છે. જે પૂર્ણરીતે શાકાહારી વાનગી છે.

દોદોલ વાનગી ઘણી નરમ હોય છે.

વાનગીનો સ્વાદ મૂળભૂત રીતે ગોળ પર આધારિત હોય છે.

જો તે નાળિયેર તેલ સાથે બનાવવામાં આવે તો તે કંઈક અનોખો જ સ્વાદ આપે છે.

2 બેબિંકા એક પ્રકારની પુડિંગ અથવા પેસ્ટ્રી છે. આ પરંપરાગતગોઅન પ્રકારની મીઠાઈ પણ છે.

આ વાનગી ઇન્ડો-પોર્ટુગીઝ શૈલીની કહી શકાય. બેબિંકા પોર્ટુગલ અને મોઝામ્બિકમાં પણ બનાવવામાં આવે છે.

પુડિંગને બનાવવા માટે ઘણો સમય લાગે છે. પરંતુ આખરે જે વાનગી બને છે, તે બધી જ મજૂરી ભૂલાવી દે છે.

3 દોસ એ ચણાની દાળમાંથી બને છે.

આ ઘણી નરમ વાનગી છે. જે બે દિવસ સુધી ખરાબ થતી નથી.

આવી પરંપરાગત વાનગીઓ વિના ગોવામાં નાતાલની ઉજવણી કરી શકાતી નથી.

4 સાંનાને બે રીતે બનાવવામાં આવે છે. આ વાનગીની અંદર ખાંડઅથવા ગોળનું પૂરણ કરવામાં આવે છે. જ્યારે બીજી રીતમાં આવું કોઈ પૂરણ થતું નથી.

આ એક પ્રકારની ઈડલી છે. પરંતુ થોડી અલગ રીતે બને છે.

ગોવા, કર્ણાટક અને કેરળમાં આ વાનગી બનાવવામાં આવે છે. પરંતુ માત્ર તેમનાં નામ અલગ છે.

ગોવામાં ખાસ કરીને કેથોલિક ઘરોમાં આ વાનગી બનાવવામાં આવે છે.

 

Loading...