કોર્ટો પર કેસોનું ભારણ ઘટાડવા ‘મધ્યસ્થી કાયદો’ બનાવવા સુપ્રીમે સમિતિની રચના કરી

મધ્યસ્થીને કાયદાકીય સ્વરૂપ આપવા સુપ્રીમ કોર્ટ આ સમિતિના અહેવાલને કેન્દ્ર સરકારને સોંપશો

સો આરોપી બચી જાય પણ એક નિદોર્ષ દંડાવવા ન જોઈએ તેવી બંધારણીય વિભાગના સાથે ચાલતા ભારતીય ન્યાયતંત્રમાં પૂરાવાઓનાં આધારે જ ન્યાય તોળવામાં આવે છે. જેથી ભારતીય ન્યાય પ્રણાલીમાં ન્યાય તોળવામાં લાંબો સમય લાગે છે. જેથી ધીમી ન્યાયિક પ્રક્રિયા અને સતત વધી રહેલા કેસોના ભારણના કારણે નીચલીથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીમાં લાખો કેસો લાંબા સમયથી ન્યાયની રાહમાં છે. જેથી ‘ન્યાયમાં વિલંબ એ ન્યાય ન’ આપવા સમાન બાબત ગણીને સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી કાયદો બનાવીને એક સમિતિની રચના કરી છે. આ મધ્યસ્થી કાયદામા કોર્ટમાં થતા કેસોનો બંને તરફના પક્ષકારોને લોક અદાલતની જેમ સમજાવીને યોગ્ય નિરાકરણ લાવવાની જોગવાઈને કાયદેસરનું સ્વરૂપ અપાશે જેથી કોર્ટમાં થતા કેસોનું પ્રાથમિક સ્તરે નિરાકરણ આવી જવાની કોર્ટો પર કેસોનું ભારણ ઘટી જશે.

સુપ્રીમ કોર્ટે થોડા સમય પહેલા એક વિશેષ કદમ ઉઠાવીને વિવાદોમાં મધ્યસ્થીથી થતા સમાધાનોને કાયદાકીય સ્વરૂપ આપવા એક કાયદો બનાવવા ડ્રાફટ બનાવવા એક સમિતિની રચના કરી છે. આ સમિતિના અધ્યક્ષ પદે નિરંજન ભાટની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતિની એક બેઠક ગત ૧૨મીએ હૈદરાબાદમાં મળી હતી જેમાં સમગ્ર દેશમાં મધ્યસ્થીઓ દ્વારા આ નવા કાયદા માટે અપાયેલા સુચનો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં મધ્યસ્થીઓની ગુપ્તતા પ્રક્રિયાની સ્વૈચ્છિક પ્રકૃતિ, તટસ્થા, હિતોનાં ટકરાવ ટાળવા અને સમાધાનની અમલવારી વગેરે પર ભાર મૂકયો હતો. આ મધ્યસ્થી અને યોજના સમાધાન સમિતિ (એમસીપીસી)માં અન્ય સભ્યો તરીકે જસ્ટીસ કે-કાનન પૂર્વ એએસજી એએસ ચાંડોક, અને પીએસ નરસિંમ્હા, વરિષ્ટ વકીલો, શ્રીરામ પંચુ અને જે.પી. સીંગ, વરિષ્ટ મધ્યસ્થીઓ સુશીલા એસ, સાધના રામચંદ્રન, લૈલા ઓલ્લાપ્ચી તા અનિલ ઝેવીયરનો સમાવેશ થાય છે.

આ અંગે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા એસ.એ. બોબડેએ જણાવ્યું હતુ કે તમામ કેસોને પહે કાયદાકીય રીતે ચલાવતા પહેલા તેને મધ્યસ્થીઓ દ્વારા ચકાસવામાં આવે અને મધ્યસ્થીઓ દ્વારા અપાયેલા નિર્ણય સામે કોઈ પક્ષકારોને વિવાદ હોય તો જ કોર્ટમાં ચલાવવામાં આવે તેવા ઉદેશ્ય સાથે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ મધ્યસ્થીને કાયદાનું સ્વરૂપ આપવા સંસદે તેને પસાર કરવું જરૂરી હોય આ સમિતિના અહેવાલને કેન્દ્ર સરકાર પાસે વિચારણા માટે મોકલવામાં આવશે. કેન્દ્ર સરકારને યોગ્ય લાગશે તો તે આ મધ્યસ્થી કાયદા બનાવવાના ખરડાને સંસદમાં રજૂ કરીને પસાર કરશે. ચીફ જસ્ટીસ બોબડે નેશનલ લો યુનિવર્સિટીમાં મધ્યસ્થી માટે ડીગ્રી અને ડીપ્લોમાં અભ્યાસક્રમો શરૂ કરવાનું સુચન કયુર્ંં હતુ તેમણે વધુમાં જોયું હતુ કે આ મુદે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન સાથે ચર્ચા કરી છે તેમને પણ આ મધ્યસ્થીનો એલએલબીનાં અભ્યાસક્રમમાં સમાવેશ કરવા સહમતી દર્શાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આપણા કાયદામાં પહેલેથી લોક અદાલતની જોગવાઈ છે. લોક અદાલતમાં કોર્ટોમાં લાંબા સમયથી પડતર કેસોને લઈને બંને પક્ષો સહમત હોય તેવું નિરાકરણ લાવવામાં આવે છે. પરંતુ દેશમાં વધી રહેલા કોર્ટે કેસોના ભારણને ધ્યાનમાં લઈને મધ્યસ્થી દ્વારા પ્રાથમિક સ્તરે કેસોનું નિરાકરણ લાવી લાંબા સમયથી માંગો ઉઠવા પામી હતી જેથી સુપ્રીમ કોર્યે આ મુદે નિર્ણય લઈને આ અંગે સલાહ સુચનો મંગાવવા આ સમિતિની રચના કરી હતી.

Loading...