કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને ‘બ્લેકમેઈલીંગ’ કરતી મહિલા ઝડપાઈ

54
cabinet-minister-ishwar-parmar-arrested-for-'blackmailing'-women
cabinet-minister-ishwar-parmar-arrested-for-'blackmailing'-women

દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરતી મહિલાને પોલીસે બારડોલીથી ઝડપી

દેશમાં દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોની જાણે હવે બોલબાલા વધી રહી હોય તેવું સામે આવ્યું છે ત્યારે અનેકવિધ સિરીયલો એવી પણ બને છે જેમાં લોકોનાં માણસપટ પર સીધી અસર જોવા મળે છે. ક્રાઈમ પેટ્રોલ જેવી સિરીયલોથી દેશનું યુવાધન અને દેશનાં નાગરિકો ગુના કરવા માટે અનેકવિધ તર્ક અને વિતર્ક શોધતા નજરે પડે છે. તેવી જ એક ઘટના ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી સાથે ઘટી જેમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર સામે બારડોલીની મહિલાએ તેમની સાથે બદકામ કર્યું હોવાનો ખોટો આક્ષેપ કરી તથા આ ઘટનાની જાણકારી છુપાવી રાખવા બદલ દોઢ કરોડની ખંડણીની માંગ કરતાં બે પત્રો મોકલ્યા હતા જે અંગે સીસીટીવી ફુટેજનાં આધારે મહિલાની ધરપકડ કરી પોલીસે ગુનો નોંઘ્યો છે. જોકે મહિલા આર્થિક સંકળામણમાં હોવાથી અને ક્રાઈમ પેટ્રોલ જેવી સિરીયલો જોઈ સરળતાથી રૂપિયા પડાવવા માટે કાવતરું રચ્યું હોવાની કબુલાત કરી હતી.

પોલીસનાં જણાવ્યા અનુસાર બારડોલીનાં ધારાસભ્ય અને રાજયનાં કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઓફિસે ૨૮ જુનનાં રોજ આવેલા એક યુવાને ઓફિસમાં નોકરી કરતાં અનિલભાઈ પરમાર નામક વ્યકિતને એક બંધ કવર આપ્યું હતું જે એક મહિલાએ બસ સ્ટેન્ડની બહાર પોતાની દિકરીનાં નોકરી બાબતે લેટર હોવાનું જણાવી યુવકને આજીજી કરી પહોંચાડવા જણાવ્યું હતું. ઓફિસમાં કવર ખોલી વાંચતા અંદર આ લેટર મળે તે તાત્કાલિક કોઈપણ સવાલ કર્યા વગર નવસારી ગ્રીડ પાસે એક સીઆઈડી લેડીઝ ઉભા હશે અને તેને દોઢ કરોડ રૂપિયા આપવા અને દિકરીની જિંદગીનો સવાલ હોવાનું જણાવી દર્શનાબેનનાં જય હિન્દ એમ પત્રમાં લખવામાં આવ્યું હતું.

આ લેટર વાંચતાની સાથે જ કચેરીમાં કામ કરતાં કર્મચારીએ મંત્રી ઈશ્વરભાઈ પરમારને જાણ કરી હતી જે અંગે તેઓએ અજાણી મહિલા અંગે તપાસ પણ શરૂ કરાવી હતી. આવી જ રીતે ૧૫મી જુલાઈનાં રોજ બારડોલીનગરનાં જનતાનગરમાં રહેતા માજી નગર ભાજપ પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારનાં ઘરની બહારથી એક બંધ કવર મળી આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી પર આક્ષેપ કરતું લખાણમાં મહિલાની બેન સાથે બદકામ કર્યું અને માં બનાવાનો ખોટો આક્ષેપ કર્યો હતો જે વાતને છુપાવવા દોઢ કરોડની માંગણી પણ કરી હતી અને પત્રમાં જણાવ્યું હતું કે, જો આ રૂપિયા નહીં આપવામાં આવે તો તેઓને બદનામ કરવાની ધમકી પણ અપાઈ હતી તથા રૂપિયા તેઓને નહીં મળે તો મંત્રીનાં પરિવારને જીવતા સળગાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. શુક્રવારનાં રોજ કેબિનેટ મંત્રી ઘરે આવતાં પોલીસમાં ફરિયાદ આપવા જણાવતાં કહ્યું હતું કે, શનિવારનાં રોજ ઓફિસમાં નોકરી કરતાં યુવક અનિલભાઈ પરમારે બારડોલી પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફુટેજનાં આધારે પોલીસે નનામી લેટર લખી ખંડણી માંગનાર મહિલાને શોધી કાઢી હતી. ઝડપાયેલી મહિલા બારડોલીની આનંદનગરમાં રહેતી પ્રવિણાબેન મહેશભાઈ મૈસુરીયા હોવાનું અને તે આર્થિક સંકળામણમાં હોવાનું પ્રથમ સામે આવ્યું છે.

 વધુમાં આરોપી મહિલાએ ઘરમાં ક્રાઈમ પેટ્રોલ સિરીયલ જોઈ રૂપિયા પડાવવાનું કાવતરું હાથ ધર્યું હોવાનું પોલીસને જાણ પણ કરી હતી. આ તકે પોલીસે મહિલાની ધરપકડ કરી વધુમાં તપાસ હાથધરી છે.

Loading...