આમ્રપાલી ફાટક પાસે જમીન-મકાનના ધંધાર્થીએ ટ્રેન નીચે જંપલાવી કર્યો આપઘાત

155

પોતાનું સ્કુટર સાઈડમાં પાર્ક કરી બેંકપાસબુક અને મોબાઈલ રાખી ટ્રેન નીચે પડતુ મુકી કર્યો આપઘાત

શહેરમાં સાધુ વાસવાણી રોડ પર કોપર હાઈટસમાં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી વૃધ્ધે આમ્રપાલી ફાટક પાસે ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સાધુ વાસવાણી રોડ પર કોપર હાઈટસ ૪૦૩ માં રહેતા અને જમીન મકાનના ધંધાર્થી રાજેશભાઈ લીલાધરભાઈ મોદી નામના ૬૦ વર્ષિય વૃધ્ધે આમ્રપાલી ફાટક પાસે ટ્રેન નીચે જંપલાવી આપઘાત ર્ક્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

વધુ વિગત મુજબ મૃતક રાજેશભાઈ જમીનમકાનના ધંધાર્થી હોય અને સવારના સમયે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યા બાદ આમ્રપાલી ફાટક પાસે પોતાનું સ્કૂટર પાર્ક કરી તેના પર બેંકની પાસબુક તથા મોબાઈલ રાખી ટ્રેનની રાહ જોઈ ઉભા રહ્યા હતા ટ્રેન આવતાની સાથે જ મૃતક રાજેશભાઈએ ટ્રેન નીચે જંપલાવી આપઘાત કર્યાનું નજરે જોનાર લોકોએ જણાવ્યું હતુ.

ઘટનાની જાણ થતા રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની ઓળખ મેળવી પરિવાર જનોને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Loading...