આખલો ભુરાયો થયો : રાહત પેકેજની જાહેરાતથી શેરબજારમાં થયું કંઈક…!!

“આખલો ભુરાયો થયો: માર્કેટમાં ૧૨૦૦ પોઇન્ટનો જબ્બર ઉછાળો

રાહત પેકેજની જાહેરાતને શેરબજારે વધાવી લીધી!

બેન્કિંગ, ફાયનાન્સ અને ઓટો સેક્ટરમાં તેજીનું તોફાન ફરી વળ્યું, ૪ ટકા સુધીનો વધારો

વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા રૂા.૨૦ લાખ કરોડના રાહત પેકેજને શેરબજારે વધાવી લીધું છે. જેના પગલે આજે બજાર  ખુલતાની સાથે જ ૧૨૦૦ પોઈન્ટ સુધી ઉંચકાયું હતું. તોતીંગ ઉછાળાના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ ઉપર ચઢ્યું હતું. ગઈકાલે શેરબજારમાં નરમાશ જોવા મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા પેકેજને લઈ આજે બજારમાં તેજીનું તોફાન ખુલતાની સાથે જ આવ્યું હતું. આજે બજારમાં લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ફાયનાન્સ સેકટર આજે ૫ ટકા સુધી ઉછળ્યું હતું.

આ લખાય છે ત્યારે શેરબજાર ૭૩૯ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. બજાર ૩૨૦૦૦ના આંકડાને પાર થઈ ચૂકયું છે. બેન્કિંગ-ફાયનાન્સ ટેકનોલોજી, ઓઈલ-ગેસ અને ઓટોમેટીવ સેકટરના શેરમાં આજે તેજી જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ  બેંક ૬ ટકા સુધી ઉછળ્યો છે. લાર્સનમાં પણ ૫.૭૬ ટકાનો ઉછાળો જાહેવા મળ્યો છે. બજાજ ફાયનાન્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, એકસીસ બેંક, એસબીઆઈ સહિતના શેરમાં પણ ભારે લેવાલીના પગલે ઉછાળો જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૨૦ લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ૭૩૯ અંક વધીને ૩૨૧૬૨ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી ૨૨૨ અંક વધીને ૯૪૧૯ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક ૬.૯૪ ટકા વધીને ૩૪૩.૭૦ પર કારોબાર કરી રહ્યો છે. મંગળવારે વિશ્વના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ ૧.૮૯ ટકાના ઘટાડા સાથે ૪૫૭.૨૧ અંક ઘટીને ૨૩૭૬૪.૮૦ પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક ૨.૦૬ ટકા ઘટાડા સાથે ૪૮૯.૭૯  અંક ઘટીને ૯,૦૦૨.૫૫ પર બંધ થયું હતું. બીજ તરફ એસએન્ડપી ૨.૦૫ ટકા ઘટાડા સાથે ૬૦.૨૦ અંક ઘટી ૨,૮૭૦.૧૨ પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ ૦.૧૮ ટકા ઘટાડા સાથે ૫.૨૬ અંક ઘટી ૨૮૮૬.૩૦ પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ, જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા, જોકે ઈટલીના બજારમાં વધારો જોવા મળ્યો હતો.

Loading...